broker opções binárias buy out planejar opções binárias como tener opciones binarias en tablet advance free demo binary options estrategia mas eficiente y rentable para ganar en opciones binarias iq binary option penipuan

મહારાષ્ટ્ર-હરિયાણામાં એક તબક્કામાં 21મીએ ચૂંટણી, 24મીએ પરિણામ

– ઝારખંડમાં વિધાનસભાની મુદત પૂરી ન થતી હોઈ ચૂંટણી યોજવા પંચનો ઈનકાર
– કેન્દ્રમાં મોદી સરકારના પુનરાગમન બાદ બે રાજ્યોમાં સૌપ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાશે

નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક જ તબક્કામાં 21મી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે અને ભાજપ બંને રાજ્યોમાં સત્તા જાળવી રાખવા માટે કોંગ્રેસ નેતૃત્વના વિપક્ષનો સામનો કરશે. ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

આ ઉપરાંત ચૂંટણી પંચ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 67 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. જો કે ગુજરાતમાં હજુ ત્રણ બેઠકોની ચૂંટણી જાહેર કરાઈ નથી તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. 288 સભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 9મી નવેમ્બરે જ્યારે 90 સભ્યોની હરિયાણા વિધાનસભાની મુદત 2જી નવેમ્બરે પૂરી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તામાં પાછા આવ્યા પછી દેશમાં સૌપ્રથમ વખત બે રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.

બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મહત્વની થીમ્સમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈ દૂર કરવાના સરકારના નિર્ણયનો સમાવેશ થાય છે. ભાજપના નેતાઓને બંને રાજ્યોમાં સત્તા પર પાછા ફરવાનો વિશ્વાસ છે ત્યારે વિપક્ષના અનેક મહત્ત્વના નેતાઓ તાજેતરના સપ્તાહોમાં ભગવા પક્ષમાં જોડાયા હોવાથી તેમનું ચૂંટણી અભિયાન નબળું પડી ગયું છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણ લગભગ નક્કી થઈ ગયું છે, પરંતુ બેઠકોની વહેંચણીને અંતિમ ઓપ અપાયું નથી. આ સંદર્ભમાં બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલુ છે. ભાજપ 288 બેઠકોમાં મોટા હિસ્સા પર ચૂંટણી લડવા ઈચ્છે છે જ્યારે શિવસેના સમાન વિધાનસભા બેઠકોની અગાઉની ફોર્મ્યુલાને વળગી રહેવા માગે છે. બંને પક્ષો વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણી વખતે પણ બેઠકોની વહેંચણીના મુદ્દે સંમત થયા નહોતા અને તેમણે અલગ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

 તે સમયે ભાજપ 122 બેઠકો જીત્યો હતો જ્યારે શિવસેનાએ 63 બેઠકો જીતી હતી. તેમણે ચૂંટણી પછી હાથ મિલાવ્યા હતા. દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શનિવારે જાહેરાત ન થવા અંગે પૂછવામાં આવતાં મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ જણાવ્યું કે ઝારખંડમાં વિધાનસભાની મુદત 9મી જાન્યુઆરીએ પૂરી થાય છે.

 ઝારખંડના નેતાઓ વિધાનસભા બરખાસ્ત કરીને વહેલા ચૂંટણી યોજવા માગતા હોય તો તે અલગ બાબત છે. પરંતુ ચૂંટણી પંચ શા માટે વહેલા ચૂંટણી યોજે તેમ તેમણે જણાવ્યું હતું. અરોરાએ ઉમેર્યું કે ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં 8.95 કરોડ મતદારો માટે 95,473 મતદાન મથકો બનાવશે જ્યારે હરિયાણામાં 1.83 કરોડ મતદારો માટે 19,425 મતદાન મથકો બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *