how to enter 6 minutes on binary option videos متاجرة محترفى الخيارات الثنائية binary option mq5 opções binárias wikipedia

ભારતની જી. એસ. લક્ષ્‍‍મીએ રચ્યો ઇતિહાસ પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા

મહિલા ક્રિકેટમાં મૅચ-રેફરી તરીકે ફરજ બજાવનાર ભારતની ભૂતપૂર્વ મહિલા ખેલાડી જી. એસ. લક્ષ્‍મી રવિવારે સંયુક્ત આરબ અમીરાતમાં વર્લ્ડ કપ લીગ-ટૂની ત્રીજી સિરીઝની શરૂઆતની પુરુષોની વન-ડેમાં રેફરી તરીકે ફરજ બજાવશે. આ સાથે તે પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બનશે.
આ વર્ષમાં લક્ષ્‍મીની આ બીજી મોટી ઉપલબ્ધિ છે. આ પહેલાં મે મહિનામાં લક્ષ્‍મી મૅચ-રેફરીઓની આઇસીસી ઇન્ટરનૅશનલ પૅનલમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની હતી.
૫૧ વર્ષની લક્ષ્‍મીનો સૌપ્રથમ ૨૦૦૮-‘૦૯ની સીઝનમાં મહિલાઓની ડોમેસ્ટિક મૅચમાં રેફરી તરીકે નિયુક્તિ થઈ હતી. લક્ષ્‍મીએ અત્યાર સુધી મહિલાઓની ૩ વન-ડે અને સાત ટી૨૦ ઇન્ટરનૅશનલ ઉપરાંત પુરુષોની ૧૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં રેફરી રહી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *