semaforo para opciones binarias herramientas para opciones binarias fibonacci aplicado em graficos opções binárias kasus pembohongan binary option

શામળાજીમાં શામળિયાના દર્શને ઘોડાપૂર, ભક્તોને એન્ટિબેક્ટેરિયલ હળદર, અબીલ ગુલાબથી હોળી રમાડાઈ

શામળાજી: રાજ્યભરમાં આજે હોળીની પર્વની રંગારંગ ઉજવણી કરાઈ રહી છે. ભગવાન શામળિયાના દર્શને આવેલા ભક્તોને કોરોના વાઈરસ અને વાઈરલ ઈન્ફેક્શનની અસરથી બચાવવા સૌપ્રથમ વાર પ્રશાસને ભક્તો પર મંદિરમાં અબીલ ગુલાલની સાથે હળદર પણ ઉડાડીને હોળી રમાડી હતી. આ પાછળ મંદિર પ્રશાસન માની રહ્યું છે કે, હળદર એન્ટિબેક્ટેરિયલ છે. તો તેનાથી કોઇપણ પ્રકારનો વાઈરસ દૂર રહે છે. ભક્તો આજ સવારથી શામળિયાની એક ઝલક લેવા માટે લાંબી લાઇનોમાં ઊભા છે.
શામળાજીમાં હોળી રમવાની પરંપરા
યાત્રાધામ શામળાજીમાં ભક્તો મોટી સંખ્યામાં શામળિયાનાં દર્શને ઉમટ્યા છે. વૈશ્વિક રીતે હાહાકાર મચાવતા કોરોના વાઈરસના ડર વચ્ચે ભક્તોની આસ્થામાં ઓટ આવી નથી. મોટી સંખ્યામાં દર્શનાર્થીનીઓની વહેલી સવારથી કતારો જામી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળી તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં હોળી રમવાની અનેરી પરંપરા છે. ભક્તો મંદિરમાંથી ઉડી રહેલી રંગો અને પાણીની છોડોને પોતાની પર પળે તે ઘડી આવતાની સાથે ધન્યતા અનુભવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *