RBIની રાહત : હાશ, બેન્કના હપ્તા ભરવામાં ત્રણ માસની

– રેપો રેટમાં 0.75 અને રિવર્સ રેપો રેટમાં પણ 0.90 ટકાનો ઘટાડો: જાન્યુઆરી,2009 પછીનો સૌથી મોટો ઘટાડો
– રેપો રેટ 5.15 ટકાથી ઘટીને 4.40 ટકા થયો : 2004 પછીની સૌથી નીચી સપાટી: રિવર્સ રેપો રેટ ઘટીને ચાર ટકા થયો

(પીટીઆઇ) મુંબઇ,

આરબીઆઇએ આજે બેંકોને તમામ ટર્મ લોનના ઇએમઆઇ ત્રણ મહિના સુધી નહીં કાપવા મંજૂરી આપી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ રેપો રેટ ૫.૧૫ ટકાથી ઘટીને ૪.૪૦ ટકાએ આવી ગયો છે. આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયો(સીઆરઆર)માં પણ ૧.૦૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ સીઆરઆર ઘટીને ૩.૦૦ ટકા થઇ ગયો છે.

જાન્યુઆરી, ૨૦૦૯ પછી વ્યાજ દરમાં કરાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ ઉપરાંત રેપો રેટ ઓક્ટોબર, ૨૦૦૪ પછીની સૌૈથી નીચી સપાટીએ આવી ગયો છે. રિવર્સ રેપો રેટમાં પણ ૦.૯૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ ઘટીને ચાર ટકા થઇ ગયો છે.

આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે આજે જાહેરાત કરી હતી કે તમમ કામર્શિયલ બેંકોને ૧ માર્ચ, ૨૦૨૦થી તમામ પ્રકારની ટર્મ લોનના હપ્તા ત્રણ મહિના સુધી ન કાપવાની પરવાનગી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ૨૦૧૯માં પાંચ વખતમાં વ્યાજ દરમાં કુલ ૧.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઇએ ડિસેમ્બર, ૨૦૧૯થી જ વ્યાજ દરમાં ઘટાડો કરવાનું બંધ કર્યુ હતું.

દાસે વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપી પાંચ ટકા રહે તે માટે જાન્યુઆરી, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૦ સુધીના કવાર્ટરમાં જીડીપી ૪.૭ ટકા રહેવો જરૂરી છે પણ કોરોના લોકડાઉનને પગલે ૨૦૧૯-૨૦ના ચોથા કવાર્ટરમાં જીડીપી ૪.૭ ટકા રહેવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ સરકારે કોરોનાની આર્થિક મહામારીને રોકવા ગરીબોને ૧.૭ લાખ કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી.

આરબીઆઇ અન્ય બેંકોને જે દર લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઇ જે દરેથી બેંકો પાસેથી લોન લે છે ે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે.

આરબીઆઇ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આરબીઆઇના આ પગલાથી લિકવિડિટીમાં વધારો થશે, ફંડની પડતરમાં ઘટાડો થશે મધ્યમ વર્ગના લોકોને અને બિઝનેસને મદદ મળશે. નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે લોનના હપ્તા ત્રણ મહિના સુધી સ્થગિત કરવાના નિર્ણયથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે.

ક્રેડિટ કાર્ડની બાકી રકમ જમા કરાવવામાંથી પણ ૩૧ મેથી સુધી મુક્તિ

ઇએમઆઇ ભરવામાંથી ૩૧ મે સુધી જે રાહત આપવાની કરાયેલી જાહેરાતનો લાભ ક્રેડિટ કાર્ડની બાકી રકમ, તમામ પ્રકારની રિટેલ ક્રેડિટને પણ મળશે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. કૃષિ ટર્મ લોન, રિટેલ અને ક્રોપ લોન લેનારાઓને પણ આ લાભ મળશે. તમામ કોમર્શિયલ બેંકોે, કો-ોપરેટિવ બેંકો, નાણાકીય સંસ્થાઓ અને એનબીએફસીમાંથી ટર્મ લોન લેનારાઓને પણ આ લાભ મળશે.

કોરોનાની તીવ્રતા, પ્રસાર, સમયગાળા પર અર્થતંત્રના નુકસાનનો આધાર

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે એક પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું કે કોરોનાથી દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થશે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતેત્રને થનારા નુકસાનનું પ્રમાણ કોરોના વાઇરસની તીવ્રતા, પ્રસાર અને સમયગાળા પર આધાર રાખશે. તેમણે અર્થતંત્રને થનારા નકસાન અંગેના અંદાજિત આંકડા આપવાનો ઇનકાર કર્યો હતો.

આરબીઆઇની નાણાકીય નીતિના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

  • રેપો રેટ ૦.૭૫ ટકા ઘટાડી ૪.૪ ટકા કરાયો
  • રિવર્સ રેપો રેટ ૦.૯૦ ટકા ઘટાડી ૪.૦૦ ટકા કરાયો
  • નાણાકીય સિસ્ટમમાં ૩.૭૪ લાખ કરોડ રૂપિયા ઠાલવવા વિવિધ પગલા લેવાયા
  • કેશ રિઝર્વ રેશિયો(સીઆરઆર) ૧.૦૦ ટકા ઘટાડી ૩.૦૦ ટકા કરાયો: સિસ્ટમમાં ૧.૩૭ લાખ કરોડ ઠલવાશે
  • કોરોના લોકડાઉનને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો કુલ જીડીપી પાંચ ટકાથી પણ નીચો રહેશે
  • આરબીઆઇને તમામ કામર્શિયલ બેંકોને ટર્મ લોનના હપ્તા ત્રણ મહિના સુધી ન કાપવાની મંજૂરી આપી
  • આરબીઆઇએ લોકોને ખાતરી આપી છે કે ભારતની બેકિંગ સિસ્ટમ સલામત છે. ખાનગી બેંકોમાં પણ લોકોના નાણાં સલામત છે. લોકોેએ ગભરાઇને બેંકમાંથી નાણા ઉપાડી લેવાની જરૂર નથી.
  • આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત
  • મોનેટરી પોલિસી કમિટીના તમામ છ સભ્યો વ્યાજ દરમાં ઘટાડો કરવાની તરફેણમાં હતાં જો કે ચાર સભ્યો ૦.૭૫ ટકા ઘટાડો કરવાની તરફેણમાં હતાં જ્યારે બે સભ્યો ૦.૫૦ ટકાનો ઘટાડો કરવાની તરફેણમાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *