مؤشرات للخيارات الثنائية o que são corretoras de opções binárias opções binárias declaração ir trade binary options in naira nse binary options opciones binaria en colombia

પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરૃ નિષ્ફળ

અમદાવાદ : છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એ.ટી.એસ.ની ટીમે કાલુપુર રિલિફ રોડ પર આવેલી એક હોટલમાંથી ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. આ શાર્પ શૂટર ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિત ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત્ રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા બે શાર્પ શૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરીંગ કરતા એટીએસની ટીમે એક શાર્પ શૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પ શૂટરની તપાસ શરૃ કરી છે, જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પ શૂટર ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.

રાજકારણીઓ પર હુમલાનો ઈરાદો

એટીએસના વડા હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના બે શાર્પ શૂટર વિનસ હોટલમાં છૂપાયા હોવાની બાતમીના આધારે ગત્ રાત્રિએ ત્રણ વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પ શૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી બે પીસ્તોલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતાં અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે. આ ઘટનામાં જે એક શાર્પ શૂટર ઝડપયાો તે ઈરફાન શેખ છોટા શકીલ ગેંગનો હોવાનું ખૂલ્યું છે.

આ સમગ્ર ઘટના શહેરના શહેરના રિલિફ રોડ પર સર્જાઈ હતી. ઉલ્લેખનિય છે કે, પોલીસની ટીમ પર અંધાધૂંધ ફાયરીંગ કરવામાં આવ્ય્ું છે. મુંબઈના આ શાર્પ શૂટરો ગુજરાતના દિગ્ગજ નેતાની હત્યા કરવા માટે આવ્યા હોવાની શંકા છે. ગુજરાતમાં આજે આ સૌથી મોટી ઘટના સામે આવી છે. ભરબજારમાં ફાયરીંગની ઘટનાથી અફડાતફડી મચી ગઈ છે. છોટા શકિલે પાકિસ્તાનથી ફોન કરીને હત્યા કરવાનો આદેશ કર્યો હતો. રિલિફ રોડ પર ગઈકાલે મોડી રાતે છોટા શકીલના સાગરિતોએ એટીએસના વડા હિમાંશુ શુક્લા પર બે શખ્સોએ પોલીસને જોઈને પોલીસ પર ફાયરીંગ કર્યું હતું જેમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બીજો આરોપી ભાગી ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા આરોપીની તપાસ કરતા તે મુંબઈનો હોવાનું અને છોટા શકીલનો સાગરીત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વધુ તપાસ કરી રહી છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના શાર્પ શૂટરોને અમદાવાદ એટીએસ પર ફાયરીંગ કરવા માટે પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *