opciones binarias en cuanto tiempo te pagan opções binárias leitura de gráfico سحب ارباح شركة الخيارات الثنائية ببطاقة الصراف binary option yang terpercaya thailand binary option trader de sucesso opções binárias

ડિસેમ્બર સુધી ભારતને કોરોનાની રસી મળી શકે છે: આરોગ્યપ્રધાન હર્ષ વર્ધન

નવી દિલ્હી : દેશમાં કોરોના (Corona/Covid-19 Cases in India) નો આંકડો 29 લાખ કેસને પાર કરી ચૂકયો છે, સરકાર કોરોનાના વધતા ફેલાવાને અટકાવવા અસમર્થ છે. એવામાં સરકારી આંકડાઓ સૂચવે છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 70%ની ઉપર છે. જો કે ઓગસ્ટ મહિનો પૂરો થવા માટે હજી 10 દિવસ બાકી છે, જ્યારે 20 દિવસની અંદર 12 લાખથી વધુ દર્દીઓ (Corona Patients) સામે આવ્યા છે. ઓગસ્ટમાં બહાર આવેલા કોરોના (Corona) કેસ અત્યાર સુધીમાં કોઈ પણ મહિનામાં સામે આવેલા કોરોનાના નવા કેસમાં સૌથી વધુ છે. ગુરુવારે જે રીતે 70 હજાર નવા કેસ બહાર આવ્યા છે તે પછી આ આંકડા ભારતની ચિંતા વધારશે. જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની ગતિ વિશ્વમાં સૌથી ઝડપીથી આગળ વધતી દેખાઈ રહી છે.

આજે આરોગ્યપ્રધાન હર્ષ વર્ધને (Health Minister Harsh Vardhan) એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં ડિસેમ્બરના અંત સુઘીમાં કોરોનાની રસીના બધા જ પરીક્ષણો પૂરા થઇ જશે. એટલુ જ નહીં તે રસીની અસરકારકતા પણ વર્ષના અંત સુધીમાં જ જાણી લેવામાં આવશે. આરોગ્યપ્રધાન હર્ષ વર્ધને જણાવ્યા અનુસાર સરકારે હૈદરાબાદ સ્થિત ડ્રગ-મેકર ‘ભારત બાયોટેક’ (Bharat Biotech) ને 50 લાખ બોટ્લ્સનો પહેલો ઓર્ડર પણ આપી દીધો છે. કહેવાય છે કે બધી રસીઓ 5 જેટલા તબક્કા (5 phases) માંથી પસાર થઇ રહી છે. આરોગ્યપ્રધાન હર્ષ વર્ધને કહ્યુ છે કે ICMR અને ભારત બાયોટેક દ્વારા બનતી ‘કોવેકસિન’ (CoVaccine) અને ઝાયડસ કેડિલા (Zydus Cadila) દ્વારા બની રહેલી ‘ZyCov-D’, આ બંને રસીઓ ડિસેમ્બરના અંત સુધીમાં બની જાય એવી આશા છે.

આરોગ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ઑક્સફોર્ડ (Oxford) ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII) ના સહકારથી જે રસીનું નિર્માણ કરી રહ્યું છે, તે પણ ICMR અને ભારત બાયોટેક દ્વારા બનતી ‘કોવેકસિન’ અને ઝાયડસ કેડિલા દ્વારા બની રહેલી ‘ZyCov-Dની સાથે જ બજારમાં ઉપલ્બધ થશે. હર્ષ વર્ધને એમ પણ કહ્યું કે આરોગ્ય મંત્રાલય હાલમાં મોટા પ્રમાણમાં કોરોનાની રસીના ડોઝ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આઈસીએમઆરએ રસી પૂરી પાડવાને પ્રાધાન્ય આપવા માટે ભારત બાયોટેક સાથે એક એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. જો ભારત બાયોટેકે બનાવેલી કોરોનાની રસી તમામા પરીક્ષણોમાંથી સફળ રીતે પસાર થાય છે તો આ રસી ભારત સરકારને પોષણક્ષમ અને ડિસ્કાઉન્ટેડ દરે ઉપલબ્ધ થશે.

કોવિડ રસી અંગેના નિષ્ણાત જૂથે સોમવારે કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. તેમને ઉત્પાદન ક્ષમતાઓની સાથે સપ્લાય ચેઇન અને ડોઝ પ્રદાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ડોઝની કિંમત અને તેઓ સરકારની મદદ કેવી રીતે માંગે છે તે જણાવવા પણ કહ્યું હતું.
અહેવાલો અનુસાર, 5 મિલિયન ડોઝનો પ્રથમ ઓર્ડર મૂકવામાં આવશે. આ માટેની યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન આઈસીએમઆર અધિકારીઓએ પણ સૂચન આપ્યું હતું કે કટોકટીની સ્થિતિને જોતા રશિયા અને ચીનની તર્જ પર ભારતમાં રસીને વહેલી તકે મંજૂરી આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *