الجواب الشافي في حكم تداول الفوركس ikili opsiyon işlemleri si es posible ganar con opciones binarias yeison scobar opciones binarias paso a paso bafin ban binary options

અબડાસાના પ્રથમ કોવિડ સેન્ટરમાં જરૂર પડયે 100 પથારીની વ્યવસ્થા કરવાની તૈયારી

રાતાતળાવ : અબડાસામાં પ્રથમ રાતાતળાવ ખાતે શરૂ કરવામાં આવેલાં કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કરવા આરોગ્ય તંત્રની ટીમો આવી પહોંચી હતી. જેને સંત ઓધવરામ કોવિડ કેર સેન્ટરનું નામ આપી જરૂર પડયે 100 પથારીની વ્યવસ્થા કરી આપવાની સંચાલકો તરફથી તૈયારી દર્શાવવામાં આવી હતી. કચ્છ જિલ્લાનું ચોથું અને પશ્ચિમ કચ્છ માટે પ્રથમ સેન્ટરની કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળને જવાબદારી આપવામાં આવી છે. સાથે કચ્છી ભાનુશાલી દેશ મહાજન તથા ભારત ગ્રુપ-નલિયા દેખરેખ રાખશે. રાતાતળાવ ખાતે મંજૂર કરવામાં આવેલાં સેન્ટરની તૈયારીઓ આજે સ્થળ પર નિરીક્ષણ કરવા માટે તંત્ર તરફથી એડમિનિસ્ટ્રેટર ડો. આશિષ પટેલ, ડી.પી.ઓ. ડો. ભાનવર પ્રજાપતિ, ગડા સી.સી. સેન્ટરના એડમિનિસ્ટ્રેટર કેતનભાઈ, રાતાતળાવ લાયઝનિંગ ઓફિસર તરીકે વિપુલભાઈ તથા અબડાસાના ટી.એચ.ઓ. ડો. સિન્હા આવી પહોંચ્યા હતા અને ક્વોરેન્ટાઈન સેન્ટર માટેના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સંસ્થાઓના હેદેદારો પ્રવીણચંદ્ર મંગે, હરિભાઈ કટારમલ, છત્રસિંહ જાડેજા સાથે ચર્ચા વિચારણા કરી હતી. લહેરીભાઈ ભાનુશાલી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. માળખાંગત સુવિધાઓ માટે અધિકારીઓ દ્વારા જે જરૂરી સૂચનો કરવામાં આવ્યાં જેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી આ સી.સી. સેન્ટર શરૂ થાય તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી. હાલે 30 બેડની વ્યવસ્થા સાથે આ સી.સી. સેન્ટરની શરૂઆત કરવામાં આવશે, 50 બેડની સુવિધા ઊભી કરવાની થાય ત્યાં સુધી કોઈ પણ જાતની ચિંતા વગર જરૂર પડશે તો 100 બેડની પણ જરૂરિયાત પડશે તો સંસ્થાઓ તથા દાતાઓના સહયોગથી પૂર્ણ?કરવાની સ્થાપક મનજીભાઈ ભાનુશાલીએ તત્પરતા દાખવી હતી. કચ્છ જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી.કે., ડી.ડી.ઓ. પ્રભવ જોશી તથા ડી.એચ.ઓ. પ્રેમકુમાર કન્નર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *