temario opciones binarias opciones binarias es forex daftar binary option terpercaya conceito básico de opções binárias e robôs

દિલ્હીમાં ISનો આતંકી IED વિસ્ફોટક સાથે ઝડપાયો, પોલીસ અને આતંકી વચ્ચે ફાયરિંગ પણ થયું

તહેવાર પર કોરોનાની સાથે હવે આતંકવાદનું જોખમ પણ વધી રહ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એન્કાઉન્ટર પછી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ના એક આતંકીને ઝડપી લીધો છે. તેની પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે. ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલો આતંકી અમુક લોકોની રેકી કરી રહ્યો હતો. કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *