how to link metatrader to binary option opções binárias robo señales opciones binarias 60 segundos planilha trading para opções binárias opções binárias tradera.com.br opciones binarias robot nbt

પાટીલનું સપનું ૧૮૨ બેઠક: નવસારી પેટર્ન મુજબ ઈલેકશન સ્ટ્રેટેજી ગોઠવાશે: રાજકોટમાં પત્રકાર પરિષદ

સૌરાષ્ટ્ર્રના પ્રવાસે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કયુ હતું. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે બે વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ ૧૮૨ બેઠકો જીતવાનો અમારો સંકલ્પ છે. અમે અત્યારથી જ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કાર્યકરોને સજ થઈ જવા આદેશ આપી દીધો છે.


પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, નવસારીમાં સૌથી વધુ લીડ સાથે સતત મને જીત મળે છે અને આમ છતાં મે હત્પં રેલી કાઢતો નથી, સભા સંબોધતો નથી માત્ર મારી પાસેના મતદારોના ડેટા છે અને કાર્યકરોની તાકાત પર ચૂંટણી જીતું છું. ગુજરાતમાં આ પેટર્ન મુજબ આગામી ઈલેકશનનો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે.


આ પહેલાં રાજકોટ મહાપાલિકા અને વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે તેના ઉપર પક્ષનું ધ્યાન કેન્દ્રીત છે. આ ઉપરાંત તેમણે ફરી ચેતવણી આપતાં કહ્યું હતું કે ભાજપમાં પદ અને ટિકિટ લાયકાતના આધારે જ આપવામાં આવશે, લાગવગથી નહીં. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના દરેક કાર્યકરે જૂથવાદમાં નહીં ભળવાનું વચન આપ્યું હોવાનું નિવેદન પણ પાટીલે કયુ હતું. તેમણે કહ્યું હતું કે રાજકોટ–સૌરાષ્ટ્ર્રની મુલાકાત દરમિયાન મેં તમામ કાર્યકરોના સુચનો, ફરિયાદો, તેમની સમસ્યા ધ્યાનથી સાંભળ્યા છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ પણ લાવી દઈશ.


પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકત થયા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ નું ગઈકાલે સાંજે રાજકોટની ભાગોળે ગોંડલ રોડ ચોકડી થી ૧૫૦ ફટ રીંગ રોડ અને ત્યાંથી આત્મીય કોલેજ પુરી સુધી ધમાકેદાર સ્વાગત કરાયા બાદ આજે સવારથી મીટીંગોનો ધમધમાટ શ થઈ ગયો છે. સવારે૧૦:૩૦ વાગ્યે પારસ સોસાયટી કોમ્યુનિટી હોલમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રદેશના આગેવાનો સાથેની બેઠકમાં પાટીલે સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદને કોઈ સ્થાન નથી. દરેક કાર્યકરને તેમની ક્ષમતા મુજબની જવાબદારી આપવામાં આવતી હોય છે અને આ જવાબદારી દરેક કાર્યકરે પૂરેપૂરી રીતે નિભાવવી જોઈએ.


પારસ સોસાયટીના હોલમાં બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી જિલ્લા ભાજપ સાથેની બેઠક ચાલી હતી અને તેમાં સંગઠન માળખાને વધુ મજબૂત અને વધુ અસરકારક બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો. જિલ્લા ભાજપ સાથેની બેઠક પૂરી થયા બાદ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ઉધોગપતિઓ સાથેની બેઠક યોજવામાં આવી હતી. ભાજપ સાથેની બેઠક શ થાય તે પહેલા પાટીલે એક ખાનગી હોટેલમાં પત્રકાર પરિષદ યોજી હતી.


પારસ હોલ ખાતેની બંને મીટીંગો પૂરી કર્યા બાદ બપોરે ૩:૦૦ વાગ્યે કાન્તા ક્રી વિકાસ ગૃહ રોડ પર આવેલી રાણીંગા વાડીમાં રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ વિવિધ શ્રેણીના હોદ્દેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક જેટલો સમય આ મીટીંગ ચાલી હતી અને ત્યારબાદ સાંજે પાટીલ રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના રાજપૂત પરા ખાતેના કાર્યાલયની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ રાત્રે ભોજન લઈને રાજકોટ થી ચોટીલા જવા નીકળવાના છે.


આવતીકાલે ચોટીલા, સુરેન્દ્રનગર, ધંધુકા, બગોદરા, બાવળા સહિતના સ્થળોએ પાટીલનું સન્માન અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *